VIDEO: ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા AAPનો સરકાર પર પ્રહાર
સોર્સ : gstv
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવા મુદ્દે AAP કિસાન મોરચાના પ્રમુખ પ્રવીણ રામે નિવેદન આપ્યું છે. પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાને તોડી પાડવા માટે ભાજપ સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે. આદિવાસી સમાજને ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીચિંધ્યા માર્ગે બહાર આવવાની અપીલ પણ કરવામાં આવી છે. જામીન માટે હવે ચૈતર વસાવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે તેવી શક્યતા વચ્ચે નર્મદા-ભરૂચ સહિત ગુજરાતના AAP કાર્યકરોમાં નારાજગી હોવાનો દાવો કરાયો છે.

