VIDEO: નર્મદામાં 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી
સોર્સ : gstv
નર્મદા જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગોરા ખાતે 77મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા તેમજ જિલ્લા પ્રમુખ અંજના બેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે વન મહોત્સવ માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નહીં, પરંતુ તેના ઉછેર અને જતનની જવાબદારીનો ઉત્સવ છે. કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહોત્સવનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા મહાનુભાવોએ વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

