Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : 6 bridges of closed for large vehicles, traffic increased by 250 km

VIDEO: Narmadaના 6 બ્રિજ મોટા વાહનો માટે બંધ કરાતા 250 કિમીનો ફેરાવો વધ્યો, વિદ્યાર્થીઓએ બસ રોકી ઠાલવ્યો રોષ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેવાયો છે. જેથી દેડિયાપાડા સાગબારા સંપર્કવિહોણું થઈ ગયું છે. જેને લઈને વસ્તુઓની અછત સર્જાઈ છે. નર્મદાના 6 બ્રિજ મોટા વાહન માટે બંધ થતાં 250 કિમીનો ફેરાવો વધ્યો છે. જેથી લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજપીપલા ડેપો પરથી જતી બસો રોકી વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો.

App Store

45 કિમીનું અંતર 75નું થયું

ગંભીરા બ્રીજ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે જર્જરિત બ્રીજો ભારે વાહન માટે બંધ કરી મરામત કરવાની સૂચના આપી હતી. જેને પગલે નર્મદા જિલ્લાના છ જેટલા મહત્વના બ્રીજો બંધ કરી દેવાયા છે. મોવીનો બ્રીજ તૂટતાં પહેલા નેત્રંગ થઈને મોટા વાહનો જતા હતા. એટલે 45 કિમિનું અંતર 75 કિમિનું થતું હતું. હાલ આ 6 મુખ્ય બ્રીજો બંધ કરવામાં આવતા રાજપીપળા થઈ અંકલેશ્વર, થઇ કીમ કોસંબા થઈ ઝંખવાવ, વાડી થઈને અંદાજિત 170 થી 250 કીમીનો ફેરો ફરીને જવાનું હોય મોટા વાહનો સદઅંતર બંધ કરી દેવાયા છે. ઉંચુ ભાડું મુસાફરો પર વધારી દેવાતા મુસાફરો માં રોષ જોવા મળી રહ્યો છે. 

વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ડેડીયાપાડા ના નેતા શંકર વસાવા એ કહ્યું કે ડેડીયાપાડા સાગબારા સંપર્ક વિહોણું બન્યું છે. બધી ચીજવસ્તુઓની અછત સરજાઈ રહી છે હાલમાં તો સમજો સ્ટોક છે એટલે ચાલે છે પણ એવું વધુ સમય રહ્યો તો ચીજ વસ્તુઓ ખૂટી જતા મુશ્કેલીઓ વધશે. જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરતા તેમને તંત્રને તાત્કાલિક ઝડપથી રીપેર કરી આ બ્રીજ ખુલ્લા મુકવા અને જ્યાં સુધી રીપેરેશન ચાલે ત્યાં શુધી નાની બસો મૂકીને પણ બાળકોને — સ્કૂલે પહોંચાડવા અને નાના વાહનો માં અનાજ ખાતર વસ્તુઓ પુરી પાડવા સૂચના આપી છે. ડેડીયાપાડા સાગબારા ખાતે વિદ્યાર્થીઓ અટવાયા મોટી બસો બંધ, શાકભાજી સરકારી અનાજ અટવાયું ખાતર અટવાયું ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે શાળાના બાળકોએ બસો રોકી પોતાના ગામ પહોંચાડવા જીદ કરી હતી જોકે આ બાબતે રાજપીપલા ડેપો મેનેજરે જણાવ્યું કે અમે ઉપર રજુવાત કરી છે પણ અમને જે સૂચના મળે એ અમારે કરવાનું હોય છે માટે હાલ તો મોવી સુધી જ બસો ચલાવી રહ્યા છે બાકી આગર જવા પોતે વયકલ્પીક વ્યવસ્થા કરવી ..હાલ આ બસો બંધ થતાં લોકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ટોપિક્સ:narmadabridgeprotest