Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Villagers protested against BJP leaders in Ghatila village

VIDEO: ઘાટીલા ગામે ભાજપ આગેવાનોનો ગ્રામજનોએ વિરોધ કર્યો

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે ભાજપના આગેવાનોને ગ્રામજનોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં ફસાઈ ગયેલી એસટી બસને ક્રેઇનની મદદથી બહાર કાઢવાની કામગીરી પૂર્ણ થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ હૂંબલ અને જિલ્લા પંચાયતના સભ્ય સંદીપ કુંવરિયા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ તેમને ખરી-ખોટી સંભળાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ હતો કે મુશ્કેલીના સમયે ગામના સરપંચે સતત મહેનત કરી હતી, જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ માત્ર જશ ખાટવા આગેવાનો પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોતાના અસંતોષનો ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News