Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Locals publicly taunt MLA Prakash Varmora

VIDEO: સ્થાનિકોએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો જાહેરમાં લીધો ઉધડો, સલાહ આપી કે ગામડાની મુલાકાત લો અને સમસ્યાનું લાવો નિરાકરણ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીના સુદરી ભવાનીથી સરા રોડના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે સ્થાનિક લોકોએ ખરાબ રસ્તાની સ્થિતિને લઈને તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ રોડની ખરાબ હાલતને કારણે અગાઉ ચાલતી ત્રણ બસ સેવાઓ મોરબીથી ચોટીલા, માટેલથી સુરેન્દ્રનગર, અને અન્ય એક રૂટ બંધ થઈ ગઈ હતી, જેનાથી સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store

 સ્કૂલે જતા વિદ્યાર્થીઓને આવવા-જવામાં ભારે તકલીફ પડે છે

લોકોએ ધારાસભ્યને આડેહાથ લેતાં જણાવ્યું કે ખરાબ રસ્તાઓને કારણે ખાસ કરીને ગામડાઓના લોકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને આવવા-જવામાં ભારે તકલીફ પડે છે. ગ્રામજનોએ ધારાસભ્યને આક્ષેપ કર્યો કે તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પ્રસિદ્ધિ મેળવે છે, પરંતુ ગામડાઓની મૂળભૂત સમસ્યાઓ જેવી કે રસ્તાઓની ખરાબ હાલત અને પરિવહનની અછતનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.

સ્થાનિકોએ ધારાસભ્યને સલાહ આપી

સ્થાનિકોએ ધારાસભ્યને સલાહ આપી કે તેઓ ગામડાઓની મુલાકાત લઈને લોકોની મુશ્કેલીઓની ખરી જાણકારી મેળવે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા થઈ, જેમાં લોકોએ ધારાસભ્યની નિષ્ક્રિયતા પર ટીકા કરી. ખાતમુહૂર્તનો કાર્યક્રમ નવા રોડના નિર્માણની શરૂઆતનો હતો, પરંતુ લોકોનો રોષ દર્શાવે છે કે આવી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવું જરૂરી છે.