VIDEO: હકાભા માટે છાવણીના દરવાજા હંમેશા ખુલ્લા છે: જેતપુર ખેડૂત નેતા
સોર્સ : gstv
મોરબીના જેતપુર છાવણીમાંથી હકાભા વિવાદ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. છાવણી તરફથી જણાવવામાં આવ્યું કે, હકાભા એક માત્ર કલાકાર છે, જેમણે મર્દની જેમ આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે. હકાભા માટે છાવણીના દરવાજા હંમેશા ખુલ્લા છે. સમિતિની બેઠક ચાલુ હોવાથી તેમનું માન જળવાઈ રહે તે માટે એક દિવસ ના આવે તો સારું એવું કહેવાયું હતું, જેના કારણે ગેરસમજણ ઊભી થઈ હતી. ઉપવાસી નિલેશ એરવાડિયાએ સમિતિ વતી હકાભા પાસે માફી માંગી છે અને હકીકતમાં હકાભા માટે છાવણી હંમેશા ખુલ્લી જ રહેશે એમ સ્પષ્ટ કર્યું છે.

