Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Students who could not spell in Halwad were brutally beaten

VIDEO: હળવદમાં સ્પેલિંગ ન આવડતા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મરાયો

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હળવદની સંસ્કાર વિદ્યાલયમાંથી  ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સ્પેલિંગ ન આવડવાના કારણે અંગ્રેજીના શિક્ષક તેમજ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ક્રૂરતાપૂર્વક ધોલાઈ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીના શરીર પર ગંભીર ચાઠા પડી ગયા છે. ભોગ બનનાર વિદ્યાર્થીનો આક્ષેપ છે કે તેની સાથે અન્ય આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓને પણ આ જ રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ તરફ પીડિત બાળકના વાલીએ ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે તેમનું બાળક ગંભીર શારીરિક બીમારીથી પીડાતું હોવાની સ્પષ્ટ રજૂઆત શાળા તંત્રને અગાઉથી જ કરવામાં આવી હોવા છતાં પણ આવા નિર્દય શિક્ષકોએ જરાય દયા રાખ્યા વિના તેને આવી રીતે બેરહેમીથી માર્યો છે. 

App Store