VIDEO: મોરબી: જેતપર ખેડૂત આંદોલન મુદ્દે ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મેદાનમાં; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ખેડૂતોની માંગને યોગ્ય ગણાવી
સોર્સ : gstv
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે રાજકીય સમર્થન મળ્યું છે. ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ખેડૂતોના પડખે આવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલે લેખિત રજૂઆત કરી છે. ધારાસભ્યએ જેતપરના ખેડૂતોની માંગણીઓને તદ્દન વ્યાજબી ગણાવી છે. તેમણે જણાવ્યું કે મોરબી જિલ્લામાં જમીનોના ભાવ ખૂબ જ ઊંચા છે, તેથી ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળવું જ જોઈએ.વધુમાં તેમણે ઉમેર્યું કે, ખેતરોમાંથી વીજ લાઈન પસાર થવાના કારણે જમીનની કિંમતમાં અંદાજે 50 ટકા જેટલો મોટો ઘટાડો થઈ જતો હોય છે. આથી, જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે જૂની D.L.V.C. કમિટીને બદલે ૨૧ માર્ચ ૨૦૨૫ની નવી ગાઈડલાઈન અનુસાર MRC કમિટીની રચના કરવામાં આવે.

