VIDEO: મોરબી: ગળાડૂબ પાણીમાંથી બીમાર વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ
સોર્સ : gstv
મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામે ભારે વરસાદના કારણે ચારે બાજુ ગળાડૂબ પાણી ભરાઈ જતાં એક બીમાર વૃદ્ધ ઘરમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થાનિક રહીશો સાથે મળીને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી..પાણીના ભારે પ્રવાહ વચ્ચે પણ ટીમે ભારે હિંમત દર્શાવીને બીમાર વૃદ્ધને ખાટલા પર સૂતેલી સ્થિતિમાં જ સુરક્ષિત રીતે બહાર કાઢીને સફળ રેસ્ક્યૂ કર્યું હતું. પોલીસ અને ગ્રામજનોની આ સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે વૃદ્ધનો આબાદ બચાવ થયો છે.

