VIDEO: મોરબીના પંચાસર રોડ પર ઐતિહાસિક તળાવ આસપાસ મેગા ડિમોલિશન, ૫૦% કામગીરી પૂર્ણ
સોર્સ : gstv
મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા ઐતિહાસિક તળાવની આસપાસ વર્ષોથી ખડકાયેલા દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અહીં છેલ્લા પાંચ દાયકા એટલે કે ૫૦ વર્ષ જૂના દબાણો પર મેગા ડિમોલિશનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાંથી હાલ ૫૦% જેટલી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અશાંતિ ન સર્જાય તે માટે એસપી મુકેશ પટેલ દ્વારા રૂબરૂ સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને હાલ ડિમોલિશનની કામગીરી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે.

