VIDEO: મોરબીના વીરપરડા ગામે રહસ્યમય કૂવામાં ફરી આપમેળે હલચલથી કુતૂહલ, ગ્રામજનોએ વ્યક્ત કરી આ આશંકા
સોર્સ : gstv
મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલું રહસ્યમય કૂવો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બપોરે લગભગ 3 વાગ્યાના સમયે કૂવાના પાણીમાં ફરીથી આપમેળે હલચલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો કૂવા પાસે એકઠા થયા હતા. બે દિવસ પહેલા પણ કૂવાના પાણીમાં આવી જ હલચલ જોવા મળી હતી, જે બાદમાં બંધ થઈ ગઈ હતી. જોકે, ફરીથી શરૂ થયેલી આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગ્રામજનોના મતે વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવતો હોવાથી આવી ઘટના બનતી હોવાની શક્યતા છે.

