Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Intensive checking of private school buses by Halwad Police

VIDEO: હળવદ પોલીસ દ્વારા ખાનગી સ્કૂલ બસોનું સઘન ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના હળવદમાં ખાનગી શાળાની બસોના સતત થતા અકસ્માતોને પગલે પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યું છે. હળવદ પોલીસે શહેરના સરા ચોકડી વિસ્તારમાં ખાનગી સ્કૂલ બસોનું વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. ચકાસણી દરમિયાન લાયસન્સ, પી.યુ.સી., એનઓસી, પાર્સિંગ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતી બે બસોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે એક બસને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. બે દિવસ પહેલા મિયાણી નજીક મંગલમ શાળાની બસ અને તે પહેલાં દેવીપુર નજીક બ્રિલિયન્ટ શાળાની બસના અકસ્માત બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવાની માંગ ઉઠી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News