VIDEO: હળવદનો બ્રાહ્મણી-1 ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીની લહેર
સોર્સ : gstv
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો જીવાદોરી સમાન હરપાલ સાગર એટલે કે બ્રાહ્મણી-1 ડેમ સારા વરસાદ બાદ ઓવરફ્લો થયો છે. ડેમ છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ ડેમમાં પૂરતું પાણી ભરાતા શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની આશા જાગી છે. હળવદ પંથકમાં વરસાદથી જળસંચયમાં વધારો થતાં કૃષિ ક્ષેત્ર માટે સારા સંકેતો મળી રહ્યા છે. ડેમ ઓવરફ્લોના દૃશ્યો જોવા માટે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

