VIDEO : હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો, પાણી છોડાતા 11 ગામોને એલર્ટ

Morbi News : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો છે, જેના પગલે હળવદ તાલુકાના 11 ગામોને એલર્ટ અપાયું છે. સુસવાવ,ટીકર, મીયાણી, મયુર નગર, માનગઢ, ખોડ, કેદારિયા,ચાડ ધ્રા, અજિત ગઢ, ધનાળા અને રાઇસંગપુર ગામોને એલર્ટ અપાયું હતું. ડેમમાં ૩00 ક્યુસેક પાણીની આવક સામે 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

