Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Halvad residents threaten the administration

હળવદના રહીશોની તંત્રને ચીમકી!, 'પ્રાથમિક સુવિધા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર થશે'

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2025
લાઇવ ટીવીGoogle News
હળવદના રહીશોની તંત્રને ચીમકી!, 'પ્રાથમિક સુવિધા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર થશે'

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વોર્ડ નં. ૫ના વસંતપાકૅ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વોર્ડ નં.5માં રહીશોએ ચિમકી આપી હતી કે પ્રાથમિક સુવિધા નહીં મળે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ પરિણામમાં ફેરબદલ કરાવે તેવા એંધાણ લાગી રહ્યા છે. મહીલાઓ તેમના પરિવારજનો દ્વારા ડોલ અને માટલાં લઈને સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

App Store

આ પણ વાંચો : હળવદ હાઈવે પર 6 કિલોના ગાંજા સાથે બે શખ્સોને SOGએ દબોચ્યા, લાખોનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી જેથી રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આજદીન સુધી સમસ્યાઓનો નિકાલ ન આવતા રહીશોને પારવાર મુશ્કેલીઓની સામનો કરવો પડી રહ્યો છે.