Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Gas leak while drilling a well in the Tikar desert

હળવદ: ટીકરના રણમાં કૂવો ખોદતા સમયે ગેસ ગળતર, એક અગરિયાનું મોત, બે સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2024
લાઇવ ટીવીGoogle News
હળવદ: ટીકરના રણમાં કૂવો ખોદતા સમયે ગેસ ગળતર, એક અગરિયાનું મોત, બે સારવાર હેઠળ

હળવદ તાલુકાના ટીકરના રણમાં  કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. અગરિયાઓની મીઠાની મોસમ શરૂઆત થતા અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શરૂઆત કરે છે . રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવાઓ ખોદી એ પાણી અગરમાં વાપરે છે અહી રણમાં આવા સેંકડો કૂવાઓ છે .આ ઉપરાંત ખારા પાણીને મેળવવા માટે  બોર પણ બનાવે છે જે કૂવાનીઆસપાસ જ હોય છે.

App Store

રણ વિસ્તારમાં આશરે 500 જેટલા કૂવા બોર

 જ્યારે ચોમાસુ આવેએ વખતે બોરને ભીની માટીથી કામચલાઉ બંધ કરી દે છે. રણ વિસ્તારમાં આશરે 500 જેટલા કૂવા બોર છે. જ્યારે આવા બોર કે કૂવા ખોદવામાં આવે ત્યારે એમાંથી મોટા જથ્થામાં ગેસ નીકળે છે, એ વખતે અગરિયાઓને ગૂંગણામણનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: મોરબી: ડમ્પરની ટક્કરે એક વર્ષના બાળકનું મોત, જાણો કેવી રીતે બની ઘટના

ગેસ ગળતર થતાં એક અગિયારાનું મોત

ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. 30) રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. ૨૫) રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (ઉ.વ. 25)ને  શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બે અગિયારાઓની સ્થિતિ વધુ કથળતા તેમને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ  સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે

પોલીસે અગિયારાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રણ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટનાથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે અગરિયાઓ સારવાર હેઠળ છે.