Morbi: રાતાભેર ગામથી ચાર ભેંસો થઈ ચોરી, ઘટનાના સીસીટીવી આવ્યા સામે
સોર્સ : GSTV
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પશુઓની ચોરીની ઘટનાઓ વધતી જાય છે. તાજેતરમાં, હળવદના રાતાભેર ગામેથી ચાર ભેંસોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે હળવદ પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાતાભેર ગામના બે ખેડૂતોએ પોતાની વાડીએ બાંધેલી ભેંસો ચોરાઈ જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. ચોરી થયેલી ચાર ભેંસોની કિંમત આશરે એક લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ, ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ચોરીની આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

