VIDEO: વેગડવાવ ગામના ખેડૂતોને અગાઉની સરખામણીએ મળશે ચાર ગણું વળતર: કલેક્ટર
સોર્સ : gstv
વીજલાઈનમાં વળતર મુદ્દે સરકારે બે ગણા વળતરની જાહેરાત કર્યાં બાદ મોરબીમાં ખેડૂતોનું આંદોલન ચાલું છે. મોરબીના કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સરકારના પરિપત્ર મુજબ એમઆરસીની રચના કરવામાં આવી. જે અંતર્ગત વેગડવાવ ગામના એક સર્વે નંબરમાં અગાઉના વળતર કરતા ખેડૂતને ચાર ગણું વળતર મળવા પાત્ર છે. કહ્યું કે, એમઆરસીમાં કલેક્ટર સાથે કંપનીના પ્રતિનિધી અને ખેડૂત પ્રતિનિધીની હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ વેગડગામના ખેડૂતોએ કહ્યું કે, તે નવી જાહેરાત મુજબ મળવાપાત્ર વળતરથી ખુશ છે..

