VIDEO: મોરબી કૂવા હિલચાલ મામલે કલેક્ટરે અફવાઓથી દૂર રહેવા અપીલ
સોર્સ : gstv
મોરબીમાં કૂવામાં જોવા મળેલી હિલચાલ અંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરી છે કે ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ નથી અને લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. ગાંધીનગરથી નિષ્ણાતોની ટીમ બોલાવી તપાસ શરૂ કરવામાં આવી છે. ગેસ સ્ખલન અંગે વિવિધ અભિપ્રાયો સામે આવી રહ્યા છે, પરંતુ પાણીના નમૂનાઓની તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. આજે કૂવામાં હિલચાલ પણ ઓછી થઈ હોવાનું જણાવતાં કલેક્ટરે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું.

