Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : A team of Geological Survey of India conducted a site investigation amid the mystery of rising water like the sea

VIDEO: દરિયાની જેમ પાણી ઉછળવાના રહસ્ય વચ્ચે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે કરી સ્થળ તપાસ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં આવેલા એક કુવાના પાણી છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણીની જેમ અચાનક ઉછળી રહ્યા છે, જે ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે. આ અદભુત અને રહસ્યમય ઘટનાને પગલે વિવિધ વૈજ્ઞાનિક ટીમો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) ના ડાયરેક્ટર બીજયકુમાર દાસ અને તેમની વિશેષ ટીમ દ્વારા ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ તપાસના ભાગરૂપે નિષ્ણાતો દ્વારા મુખ્ય કુવા ઉપરાંત તેની આસપાસ નજીકમાં આવેલા અન્ય એક કુવાની પણ ઝીણવટભરી મુલાકાત લઈને જરૂરી ડેટા અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનાથી આ કુવામાં પાણી ઉછળવા પાછળના વૈજ્ઞાનિક કારણો બહાર આવી શકે.

App Store