Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : 47 years since Morbi Macchu water disaster

VIDEO: મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

૧૧ ઓગસ્ટ ગુજરાતનો સૌથી ભયાનક દિવસ તરીકે માનવામાં આવે છે. વર્ષ ૧૯૭૯ માં ૧૧ ઓગસ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારત આવ્યું હતું જેને આજે ૪૭ વર્ષ પૂર્ણ થયા છે. ચાર ચાર દશકા બાદ પણ પણ આજના દિવાસને મોરબી જ નહીં પરંતુ ગુજરાત એને વિદેશના કોઈપણ લોકો એ ગોઝારી ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે તે “મચ્છુ જળ હોનારત દિન" નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા કચેરીથી શરૂ કરીને મણીમંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલી યોજાઈ હતી. આ રેલી શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મોરબીના નહેરુ ગેટ ખાતે ૨૧ સાયરન વગાડવામાં આવી હતી. આ રેલી મચ્છુ હોનારતના મૃતાત્માઓના સ્મૃતિસ્તંભ મણી મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. 

App Store