VIDEO: વિસનગર જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, ગેંગની મહિલા ઝડપાઈ
સોર્સ : gstv
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિસનગર શહેરની એક જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવીને થયેલી રોકડ અને દાગીનાની ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. એલસીબીની ટીમે બાતમીના આધારે રામોસણા બ્રિજ પાસેથી રાજસ્થાનની કુખ્યાત મોગિયા બાગરી ગેંગની મેહનતા ઉર્ફે કજોડી નામની મહિલાને રૂ. બે લાખ 48 હજારની ચોરીની રોકડ રકમ સાથે ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ એકાદ મહિના અગાઉ પોતાના સાગરીતો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં સામેલ અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ સઘન બનાવી છે.

