Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Former Deputy CM Nitin Patel spoke in Kadi about the war in the Middle East

VIDEO: મધ્ય-પૂર્વના યુદ્ધ અંગે કડીમાં બોલ્યા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કડીમાં સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, મધ્ય-પૂર્વના યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડી રહી છે ગંભીર અસર. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી ક્રૂડ ઓઈલની સપ્લાય ખોરવાઈ, ઉદ્યોગોને મોટું નુકસાન થયું.

App Store

તેમણે ઉમેર્યું કે, પીએમ મોદીની સફળ વિદેશ નીતિથી યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીયોનું કરાયું સુરક્ષિત રેસ્ક્યુ. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, દેશમાં જ બની રહ્યા છે હથિયારો અને સ્પેરપાર્ટ્સ.

આજે કડી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદનો ખરીદવા નીતિન પટેલે અપીલ કરી હતી. તેમણે વિદેશી આયાત ઘટાડી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કડીમાં તેમણે 15 માર્ચ સુધી ચાલનારા સ્વદેશી મેળાનો લાભ લેવા નગરજનો અને ખેડૂતોને અનુરોધ કર્યો હતો.