VIDEO: મહેસાણાના વોર્ડ નંબર 6માં EVM ખોટકાયું, મશીન બગડતા મતદાતામાં રોષ
સોર્સ : gstv
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે મહેસાણા શહેરના વોર્ડ નંબર 6 માંથી ટેકનિકલ ખામીના સમાચાર સામે આવ્યા છે. અહીં કૃષ્ણના ઢાળ વિસ્તારમાં આવેલી સાર્વજનિક સ્કૂલ ના મતદાન કેન્દ્ર પર EVM મશીન બગડ્યું હોવાની વિગતો મળી છે.મળતી માહિતી મુજબ, મતદાન કેન્દ્ર નંબર 8/10 માં EVM ખોટવાઈ જવાને કારણે મતદાન પ્રક્રિયા અટકી પડી હતી. વહેલી સવારથી ઉત્સાહપૂર્વક લાઈનમાં ઉભેલા મતદારો મશીન બગડતા અકળાયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફને બોલાવી મશીન રિપેર કરવામની અથવા બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

