VIDEO: દિવાલ દુર્ઘટના: મૃતક બાળકના પરિવારને રૂ.4 લાખની સહાય
સોર્સ : gstv
મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર છ વર્ષના માસૂમ રુદ્ર દેવીપૂજકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત બાદ ત્વરિત નિર્ણય લઈને આ સહાય મંજૂર કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરો અને જિલ્લા અધિકારીઓની હાજરીમાં સહાયનો ચેક મૃતક બાળકના પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો.

