Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO/ Big gap in cumin prices in Unjha Ganj market: 200 rupees reduction for 20 kg

VIDEO/ ઊંઝા ગંજબજારમાં જીરાના ભાવમાં મોટું ગાબડું: ૨૦ કિલોએ ૨૦૦ રૂપિયાનો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે, તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચ્યું છે.

App Store

વેપારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે બાકીનો માલ વખારોમાં પડ્યો છે.

આમ, જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે, જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.