VIDEO: વડનગર: હાટકેશ્વર મંદિરમાં વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય મૃત્યુંજયજાપ સ્પર્ધા યોજાઈ
સોર્સ : gstv
વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિરના પ્રાંગણમાં શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય મૃત્યુંજય જાપ સ્પર્ધા યોજાઈ હતી. શ્રાવણ માસના બીજા સોમવારે યોજાયેલી આ વૈદિક સ્પર્ધામાં ઝોન-૩ અને ૪ ના ૧૦૮ ઋષિકુમારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઋષિકુમારોના શુદ્ધ મંત્રોચ્ચારથી પ્રાચીન મંદિરનું પ્રાંગણ શિવમય બન્યું હતું. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાના હેતુથી આ આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

