VIDEO: હાટકેશ્વરમાં રોડની કામગીરી દરમિયાન પીવાની પાણીની લાઈનમાં 5મી વખત પડ્યું ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું
સોર્સ : gstv
અમદાવાદના હાટકેશ્વર રસ્તા પાસે રસ્તાની કામગીરી દરમિયાન ફરી એકવાર પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડ્યું છે. ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજ તોડવાનું કામ પૂર્ણતાને આરે છે, ત્યારે આ જ માર્ગ પર પીવાના પાણીની પાઈપલાઈનમાં પાંચમી વખત ભંગાણ પડ્યું છે.
એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી
હજુ તો એક જ માસ પહેલા જુની પીવાની પાણીની લાઈન દુર કરી ને નવી જ નાખવામાં આવી છે અને તેજ લાઈન માં ભંગાણ પડ્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી કે Amcના પાણી ખાતા ના સંકલન ના અભાવે પીવાના શુદ્ધ પાણીનો બગાડ થયો હતો.

