Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Unzhani fennel got global GI tag, golden sun for farmers!

VIDEO: ઊંઝાની વરિયાળીને મળ્યો વૈશ્વિક જીઆઈ ટેગ, ખેડૂતો માટે સોનાનો સૂરજ ઊગ્યો!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝાના વિશ્વપ્રસિદ્ધ જીરા બાદ હવે અહીંની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વરિયાળીને ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે 'જીઆઈ ટેગ' એનાયત કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ મળવાથી ઊંઝાની વરિયાળી વૈશ્વિક સ્તરે એક મોટી બ્રાન્ડ તરીકે ઉભરી આવશે, જે ઉત્તર ગુજરાતના ખેડૂતોની રાત-દિવસની મહેનત અને ઊંઝાની પવિત્ર માટીનું રાષ્ટ્રીય સન્માન છે. આ આંતરરાષ્ટ્રીય ઓળખના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે તથા પાકના વૈશ્વિક બજારમાં પૂરતા ભાવ મળશે. આ સફળતા પાછળ કેન્દ્ર-રાજ્ય સરકારના બાગાયત વિભાગ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ઈડીઆઈઆઈ ગુજરાત અને ઊંઝા એપીએમસીના સત્તાધીશો તેમજ કર્મચારીઓનો લાંબા સમયનો અથાગ પ્રયાસ અને સચોટ માર્ગદર્શન જવાબદાર છે, જેને કારણે વરિયાળીને આજે આ વૈશ્વિક બહુમાન મળ્યું છે.

App Store