VIDEO: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનો શંકરસિંહ વાઘેલાને સ્પષ્ટ જવાબ
સોર્સ : gstv
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ એમ.એસ. પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે શંકરસિંહ વાઘેલાની રાજકીય ટિપ્પણી અંગે જવાબ આપવાનો સીધો ઈન્કાર કર્યો. પરંતુ તેમણ સ્પષ્ટ કર્યું કે ઉમિયા માતાજી સંસ્થાન કોઈ રાજકીય સંસ્થા નથી. એમ.એસ. પટેલે કહ્યું કે પાટીદાર સમાજ મહેનત કરવામાં ક્યારેય પાછળ પડતો નથી અને સમાજના પરિવારો આજે પણ પશુઓનું મેલું ઉપાડે છે. અનામત મુદ્દે તેમણે કહ્યું કે પાટીદાર સમાજ બંધારણને માનનારો છે. સંસદ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેનો સમાજ અમલ કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.

