VIDEO: આંબલીયાસણ મહાદેવ મંદિરમાં યુવતીને પાણી અર્પણ કરતા અટકાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
સોર્સ : gstv
મહેસાણા તાલુકાના આંબલીયાસણ સ્ટેશન પાસે આવેલા મહાદેવ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. સમી સાંજે અનુસૂચિત જાતિની યુવતી મહાદેવને પાણી ચઢાવવા જતા મંદિરના સેવકે શણગાર બાકી હોવાનું કારણ ધરીને તેને અટકાવી હતી. આ બાબતે બોલાચાલી વધતા મામલો ઉગ્ર બન્યો હતો અને એક પક્ષ દ્વારા યુવતીઓ સાથે મોટી ઝપાઝપી કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓએ યુવતીઓ વિરુદ્ધ જાતિગત અપશબ્દો ઉચ્ચારીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ ગંભીર મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

