VIDEO: કેનેડા મોકલવાના દેવામાં પિતા બન્યા ગુનેગાર.મહેસાણામાં લૂંટનું ખોટું નાટક ખુલ્લું પડ્યું
સોર્સ : gstv
મહેસાણા તાલુકામાં બનેલી ચકચારી કથિત લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોંકાવનારો પર્દાફાશ કરીને ફરિયાદી પિતાને જ માસ્ટરમાઇન્ડ જાહેર કર્યો છે. દીકરા-વધૂને કેનેડા મોકલવાના ૫૦ લાખના દેવાને ચૂકવવા માટે પિતાએ ચાર વર્ષ પહેલાં ઘરમાંથી સાડા સાત તોલા સોનાના દાગીના વેચી દીધા હતા, પરંતુ હવે કેનેડાથી દીકરો પાછો આવવાનો હોવાથી બદનામીના ડરથી બચવા પિતાએ જાતે જ લૂંટનું ખોટું નાટક રચ્યું હતું. સીસીટીવી ફૂટેજની તપાસમાં ફરિયાદી પોતે જ ચપ્પુથી થેલો કાપતો, ડાબા હાથે ઘા મારતો અને આંખમાં મરચું નાખતો કેમેરામાં કેદ થતાં પોલીસ સામે તેનો ભાંડો ફૂટી ગયો હતો અને હવે ખોટી ફરિયાદ કરનાર પિતા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને ફરિયાદી જ હાલ માં આરોપી બની ગયો છે.

