Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Shravan month and Dasama fast citing severe shortage of flowers: Devotees skyrocket as galgota prices double

VIDEO: શ્રાવણ માસ અને દશામાના વ્રત ટાંકણે ફૂલોની ભારે અછત: ગલગોટાના ભાવ બમણા થતા ભક્તિ આસમાને પહોંચી

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રાવણ માસની શરૂઆત સાથે જ પૂજા-અર્ચના માટે ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શિવપૂજા અને દશામાના વ્રતને કારણે પીળા ગલગોટા, ગુલાબ અને સફેદ ફૂલોની ભારે માંગ છે. પરંતુ, આ વર્ષે વાવેતર સમયે પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ફૂલોના છોડ કોહવાઈ ગયા છે. સ્થાનિક સ્તરે ફૂલોની આવક ઘટતાં અને વાવેતર મોડું થવાના કારણે બજારમાં ફૂલોની ભારે અછત સર્જાઈ છે. આ જ કારણસર ગત વર્ષે ₹50 થી ₹60 પ્રતિ કિલો મળતા ગલગોટાના ભાવ આ વર્ષે વધીને ₹120 થી ₹150 સુધી પહોંચી ગયા છે. હાલ જરૂરિયાત પૂરી કરવા માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી ફૂલો મગાવવામાં આવી રહ્યા છે.જે ગત વર્ષ ની સરખામણી માં ભાવ વધુ રહેતા ભક્તિ માટે ઉપયોગ માં આવતા ફુલ પણ મોંઘા થયા છે ..

App Store