VIDEO: વિસનગરના વાળીનાથ ધામમાં સનાતન ધર્મના રક્ષણ અર્થે રબારી પરિવારે પુત્રનું દાન કર્યું
સોર્સ : gstv
મહેસાણા ના વિસનગર સ્થિત વાળીનાથ ધામમાં સનાતન ધર્મ અને વાળીનાથ પરંપરાના રક્ષણ માટે કચ્છના મોખા ગામના રબારી પરિવારે પોતાના સૌથી નાના પુત્ર હંસનું મંદિરને દાન કર્યું છે. પિતા કરમશીભાઈ રબારીએ પોતાના મનની શ્રદ્ધા અને ભાવના સાથેનો સંકલ્પ પૂર્ણ કરતા પોતાના ત્રણ પુત્રોમાંથી નાના પુત્રને વાળીનાથ ધામમાં સેવા અર્થે સોંપ્યો છે. વાળીનાથ પરંપરામાં દીકરાનું દાન આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો અને સાધુ બનીને લોકોનું કલ્યાણ કરવાનો છે. છેલ્લા પાંચ વર્ષમાં વાળીનાથ ધામમાં ૫ જેટલા સંતો અર્પણ કરાયા છે. અહીં બાળકને શિક્ષણ આપ્યા બાદ પુખ્ત વયે તેની ઇચ્છા અનુસાર જ સંત જીવનમાં પ્રવેશ કરાવવામાં આવે છે.

