VIDEO: મહેસાણામાં જેસીબીથી પોલ ઉતારતા ઘટના: તૂટેલો લોખંડનો પોલ બે કાર પર પટકાયો
સોર્સ : gstv
મહેસાણાના નાગલપુર હાઈવે પર બિનઉપયોગી વીજ પોલ હટાવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેસીબી ક્રેન વડે પોલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક જ ભારે લોખંડનો પોલ તૂટીને નીચે પાર્ક કરેલી બે કાર પર પટકાયો હતો. નુકસાન પામેલી કારમાંથી એક કાર તો માત્ર એક મહિના જૂની જ હતી. ઘટનાસ્થળે યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોવાથી કારમાલિકે ભારે રોષ ઠાલવ્યો છે.

