VIDEO: પ્રવીણ તોગડિયાનું ગરબા અને દીકરીઓની સુરક્ષા મુદ્દે નિવેદન
સોર્સ : gstv
કડીના કુમારી મેઘના કેમ્પસમાં પ્રવીણ તોગડિયાએ નવરાત્રીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે ગરબામાં મુસ્લિમોને પ્રવેશ નહીં આપવા આહવાન કર્યું હતું. સાથે જ નવરાત્રી દરમિયાન ઘરે-ઘરે અને વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરવા અપીલ કરી હતી. દીકરીઓની સુરક્ષા માટે ઓજસ્વિની સંસ્થા દ્વારા આપવામાં આવતી તાલીમની તેમણે પ્રશંસા કરી હતી. કોઈ છેડતી કરે તો તેનો સામનો કરવા માટે પણ તેમણે મહિલાઓને સલાહ આપી હતી. મેઘના કેમ્પસમાં હજારો દીકરીઓના શિક્ષણકાર્યને તેમણે બિરદાવ્યું હતું.

