VIDEO: વંદે માતરમ દરમિયાન થયેલી ઘટનાને લઈને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીનો વિરોધ
સોર્સ : gstv
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વંદે માતરમને લઈને વિવાદ સર્જાયો છે. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ આરોપ લગાવ્યો છે કે ગૃહમાં વંદે માતરમ શરૂ થયું ત્યારે ઇમરાન ખેડાવાલા દ્વારા સંસદીય પ્રણાલીનું અપમાન થયું છે. મંત્રી પ્રવીણ માળીએ આ ઘટનાને સરકાર વતી શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ ઘટના જાણીજોઈને કરવામાં આવી હતી કે ભૂલથી બની છે. જો ભૂલ થઈ હોય તો માફી માંગવાની પણ તેમણે માંગ કરી છે. મંત્રીના જણાવ્યા મુજબ, વિધાનસભાના ગૃહમાં આવી ઘટના અગાઉ ક્યારેય બની નથી અને આ પહેલીવાર બની છે. સમગ્ર મામલે ગૃહમાં રજૂઆત કરવામાં આવશે.

