VIDEO: બેચરાજીમાં તૂટેલા રોડથી લોકો પરેશાન, તાત્કાલિક નવો રોડ બનાવવા માંગ
સોર્સ : gstv
બેચરાજી તાલુકામાં ખોરસમથી બોલેરા ગામ વચ્ચેની બ્રાન્ચ કેનાલ પરનો ડામર રોડ સદંતર તૂટી જતા લોકો પરેશાન છે. રોડની બિસ્માર હાલતના કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને હજારો નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. કોઈ આકસ્મિક ઘટના બને તે પહેલાં તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે. બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ આ અંગે માણસા સ્થિત સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક રોડનું સમારકામ અથવા નવો રોડ બનાવવાની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળે તેવી માંગ ઉઠી છે.

