Mehsana: રાધનપુર ચોકડી પર અકસ્માત નહીં પણ આત્મહત્યા! યુવક ચાલતો આવીને ટ્રેલર નીચે કૂદ્યો
સોર્સ : GSTV
મહેસાણાની રાધનપુર ચોકડી પર ચાર દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માત ગણાતી આ ઘટના ખરેખર આત્મહત્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ થયું છે, જેમાં ઉત્તર પ્રદેશનો સત્યપાલ નામનો યુવક ચાલતા આવીને અચાનક ટ્રેલરના ટાયર નીચે કૂદી જાય છે. મૃતક યુવક ઘરેથી કામધંધાની શોધમાં નીકળ્યો હતો, પરંતુ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે પરિવાર સાથે પૂછપરછ શરૂ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

