VIDEO: મહેસાણા: ૧૯૦ હોર્ડિંગ્સના સ્ટેબિલિટી સર્ટિફિકેટની કડક ચકાસણી
સોર્સ : gstv
મહેસાણા કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જનતાની સુરક્ષા માટે હોર્ડિંગ્સ સામે કડક ઝુંબેશ શરૂ કરાઈ છે. તંત્રએ શહેરમાં કુલ ૧૯૦ જેટલા હોર્ડિંગ્સ આઇડેન્ટીફાય કરીને તેના સંચાલકો પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મંગાવ્યા છે.હાલમાં કોર્પોરેશનના સરકારી એન્જિનિયરો દ્વારા આ તમામ સર્ટિફિકેટ્સનું ઝીણવટભર્યું ડબલ વેરિફિકેશન અને સ્ક્રુટીની કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ હોર્ડિંગ્સ નબળું માલૂમ પડશે અથવા ખોટું સર્ટિફિકેટ આપ્યાનું બહાર આવશે, તો સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર ખાનગી એન્જિનિયર સામે કાયદેસરની કાર્યવાહી કરી તેના લાયસન્સ રદ કરવા સુધીનાં કડક પગલાં લેવામાં આવશે.

