Mehsana news: પનીર માફિયા દિનેશ પટેલ ગાંધીનગરથી ઝડપાયો, જાણો ક્યાં સુધી ફેલાયું હતું આરોપીનું નેટવર્ક

ગુજરાતના મહેસાણામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવી ગુજરાતભરમાં કાળો કારોબાર ચલાવનાર પનીર માફિયા દિનેશ પટેલ આખરે પોલીસના હાથે ઝડપાયો છે. આ ગુનેગારે નકલી પનીર વેચવા માટે ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી વિશાળ નેટવર્ક ફેલાવ્યું હતું.
ગાંધીનગરથી ઝડપાયો દિનેશ પટેલે
મહેસાણા પોલીસે આ માફિયાને પકડવા માટે વિવિધ ટીમો બનાવી હતી. પોલીસે આરોપીનો સતત પીછો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમીના આધારે તેને દબોચ્યો હતો. પોલીસે આરોપીને ગાંધીનગરથી ઝડપી લીધો હતો. આરોપી દિનેશ પટેલે માત્ર નકલી પનીરનો કારોબાર જ નહીં, પરંતુ સરકારી સિસ્ટમને ખિસ્સામાં રાખીને પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવ્યો હતો.
મીડિયા કર્મીઓ પર પણ હુમલો કર્યો હતો
આ ઉપરાંત, તેણે મીડિયા કર્મીઓ પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે તે વધુ ચર્ચામાં આવ્યો હતો. તો બીજી તરફ આ શખ્સની પોલીસની પૂછ પરછમાં વધુ ખુલાસા થશે તેની સાથે કોણ કોણ આ ગોરખધંધામાં સંકળાયેલા છે.

