Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 263 kg of fake cheese seized again

અમદાવાદમાંથી ફરી નકલી પનીરનો 263 કિલો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાંથી ફરી નકલી પનીરનો 263 કિલો જથ્થો ઝડપાયો

 ગુજરાતભરમાંથી નકલી ઘી અને પનીર સહિતની અનેક ખાદ્યસામગ્રીઓ સામે આવી રહી છે. ગુજરાતના ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા આ પ્રકારની શંકાસ્પદ નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતા સ્થાનો પર સતત રેડ પાડવામાં આવી રહી છે. પનીર ખાતા પહેલા સાવધાન થઈ જજો, અમદાવાદ શહેરમાંથી ફરી વખત નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં નામ વગરની દુકાનમાંથી પનીર વેચવામાં આવતું હતું. આ પનીરને મહેસાણા અને રાજસ્થાનથી લાવવામાં આવતું હતું.

App Store

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાંથી ડુપ્લીકેટ પનીર પકડાયું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કર નગર વિસ્તારમાંથી ડુપ્લીકેટ પનીર પકડાયું છે. અધિકારીઓ દ્વારા પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કુલ ૨૬૩ કિલો પનીરનો જથ્થો પકડાયો છે. આ પ્રકારનું પનીર શહેરભરની હોટલ અને રેસ્ટોરેન્ટમાં ખુલ્લેઆમ વેચવામાં આવતું હતું. જણાવી દઈએ કે, આ પહેલા પણ શહેરમાં બાપુનગર, જશોદાનગર સહિતના અનેક સ્થળો પરથી આ પ્રકારનું પનીર ઝડપાયું હતું.

ટોપિક્સ:ahmedabad