Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Launch of Seva Sankalp Abhiyan in Vadnagar: Home Minister Amit Shah to join MahaRati and PadYatra

VIDEO: વડનગરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ: ગૃહમંત્રી અમિત શાહ મહાઆરતી અને પદયાત્રામાં જોડાશે

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ૨૫ વર્ષના જનસેવા કાળ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે. ૧૭ સપ્ટેમ્બરે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાશે. શર્મિષ્ઠા તળાવમાંથી કળશમાં લેવાયેલું પવિત્ર જળ બાઇકર્સ વારાણસી લઈ જશે, જે બે ઐતિહાસિક નગરોના સંબંધને દર્શાવે છે. મહાઆરતી બાદ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજાશે અને ૨૫૦ બાઇકર્સની રેલીને ફ્લેગ ઓફ અપાશે. આ સિવાય વડનગર સ્ટેશને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કરાશે. જ્યારે ૧૬ સપ્ટેમ્બરની પૂર્વ સંધ્યાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsmahesana