Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Minister Arjun Modhwadia joins the grand Damru Yatra of Shravan month in Vadnagar

VIDEO: વડનગરમાં શ્રાવણ માસની ભવ્ય ડમરૂ યાત્રામાં મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના વડનગર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી હતી. મંત્રી યાત્રામાં જોડાયા બાદ હાટકેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વડનગર ખાતે નિવેદન આપતા અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને અત્યંત પવિત્ર ભૂમિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આવનારા દિવસોમાં વડનગર એક વૈશ્વિક નગર તરીકે પ્રસ્થાપિત થશે. વિકસિત ભારતના સંકલ્પ અંતર્ગત ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ ડમરૂ યાત્રા થકી વિશ્વ શાંતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News