VIDEO: કડીમાં શંકર ચૌધરીએ નીતિન પટેલને બ્રાન્ડ ગણાવી કડીની ધરતીને વંદન કર્યા
સોર્સ : gstv
મહેસાણાના કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યો અને નેતૃત્વની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે અને તેમના વિરાટ કામને આપણે ક્યારેય માપી શક્યા નથી. આજે પણ વિધાનસભામાં દરેક લોકો તેમના મજબૂત નેતૃત્વને ચોક્કસપણે યાદ કરે છે. કડીની આ મહાન ધરતીએ ગુજરાતને એક સક્ષમ અને મજબૂત નેતા આપ્યા છે, તેથી કડીની ધરતીને વંદન કરવા જોઈએ.

