VIDEO: કડીમાં વરસાદથી પાક નુકસાન, નીતિન પટેલે ખેડૂતો માટે કરી સહાયની માંગ
સોર્સ : gstv
કડી તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનો મુદ્દો સામે આવ્યો છે. કડીમાં એક જ દિવસમાં આશરે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા અને અનેક પાકોને નુકસાન પહોંચ્યું છે. ખાખરીયા વિસ્તાર સહિતના અનેક ગામોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને આર્થિક સહાય આપવા રજૂઆત કરી છે. ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

