VIDEO: બહુચરાજીના ગામોમાં બે વર્ષથી બાંધકામની મંજૂરી ન મળતા લોકોને હાલાકી, બિલ્ડરો-મજૂરો આર્થિક સંકટમાં મૂકાયા
બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વધતા રહેઠાણની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ શંખલપુર, કાલરી, ગણેશપુરા સહિતના ગામોમાં છેલ્લા બે વર્ષથી બાંધકામ પરમિશન બંધ હોવાથી લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સરકારે ઊંચી ફી લઈને જમીનોને NA એટલે કે બિનખેતી તો કરી દીધી, પરંતુ બાંધકામની મંજૂરી ન આપતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ઓથોરિટી દ્વારા ઘણા સમયથી પ્લાન પાસિંગ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે, જે અંગે ક્રેડાઈ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા અઢી વર્ષથી નકશા મંજૂરી બંધ હોવાથી બિલ્ડરો, મજૂરો અને વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે. પ્લાન પાસ ન થતા ગ્રાહકો મકાનની રાહ જોઈને બેઠા છે. અને રોકાણકારો પણ પરેશાન છે. બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિકાસના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે અને સ્થાનિક લોકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.

