Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Heavy rain forecast in Gujarat for next 48 hours: Yellow alert in various districts including North Gujarat

ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી: ઉત્તર ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી: ઉત્તર ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ
સોર્સ : gstv

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે(IMD) આગામી 13 ઑગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ 8-9 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 48 કલાક ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે જો વીકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો ચેતજો!

App Store

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

IMD મુજબ, 8-9 ઑગસ્ટના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 8 અને 9 ઑગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકાની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણો

હવામાનના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે. હાલમાં મીન-સી લેવલ પર મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, રોહતક, શાહજહાંપુર, કાનપુર, દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાઈ રહ્યું છે.
 
આ સિવાય, મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક ટ્રફ સ્વરૂપે સક્રિય છે. સાથે જ નીચલા સ્તરે અરબી સમુદ્ર પરથી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ભેજ ખેંચી લાવતા હોવાથી આગામી દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે.