VIDEO: વડનગરમાં ૧૦૮ કલાકારો સાથે ભવ્ય ડમરુ યાત્રા
સોર્સ : gstv
વડનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. કીર્તિ તોરણથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી યાત્રામાં ૧૦૮ કલાકારોના ડમરુ નાદથી સમગ્ર વડનગર શિવમય બન્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મંત્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે દર્શનાબેન વાઘેલાએ વડનગરના વિકાસ માટે પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

