VIDEO: મહેસાણામાં ફોર્ચ્યુનર સવાર પર ફાયરિંગ કરનાર પાંચ આરોપીઓની નેપાળ બોર્ડરથી વળતાં ધરપકડ
સોર્સ : gstv
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે ફોર્ચ્યુનર કારમાં સવાર ભાવેશ ઝીલીયા પર જીવલેણ ફાયરિંગ કરવાના ચર્ચાસ્પદ કેસમાં મહેસાણા બી ડિવિઝન અને એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે કટોસણના જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા સોલંકી, સુરજ ઉર્ફે સુરભા ઠાકોર, જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા ઝાલા, હરદિપસિંહ ઉર્ફે ભુવાજી અને જયરાજસિંહ ઉર્ફે ચંપુભાની ધરપકડ કરી છે. ગુનો આચર્યા બાદ આ આરોપીઓ સુરેન્દ્રનગર, ઋષિકેશ અને છેક નેપાળ બોર્ડર સુધી નાસતા ફરતા હતા, પરંતુ મહેસાણા પરત ફરતાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. હાલ પોલીસે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, રિમાન્ડ મેળવવા તેમજ હથિયારો અને વાહનો કબજે કરવા આગળની તજવીજ હાથ ધરી છે.

